ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવતા ખળભળાટ. ગુજરાતના આણંદ જિલ્લામાં બે જગ્યાએ બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરી એટલેકે, માસ કોપી કેસની ઘટના પ્રકાશમાં આવી. આણંદ જિલ્લાના કરમસદ અને તારાપુરમાં બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ ઝડપાયા. કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં સામુહિક ચોરીની ઘટનાએ હડકંપ મચાવ્યો