Satya Tv News

રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં ઓવર સ્પીડમાં આવતી કારે પસાર થઈ રહેલ બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, બાઇકસવાર મામા અને 2 ભાણેજના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. આ સાથે કાર ચાલકને પણ ઇજા પહોંચી હોઇ તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાનું સામે આવ્યું છે.

error: