Satya Tv News

રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે.

error: