મેષ (અ.લ.ઈ.)
તબિયત બાબતે કાળજી રાખવી, કામકાજમાં સાવધાની રાખવી, પારિવારિક જવાબદારીમાં વધારો થશે,વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે
વૃષભ (બ.વ.ઉ.)
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે, કોઈપણ કામમાં અટવાયેલા રહેશો, ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો
મિથુન (ક.છ.ઘ.)
મહેનતનું સારું ફળ મળશે, મનોકામના પૂર્તિ માટે સમય સારો છે, કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
વડીલો દ્વારા આશીર્વાદ મળશે, નજીકના સંબંધીથી સહયોગ મળશે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, નવું કામ કરવાના યોગ સારા બને છે
સિંહ (મ.ટ.)
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે, ઉતાવળ કરશો તો નુકસાન થશે, સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે
કન્યા (પ.ઠ.ણ.)
આપની શિથિલતા નુકસાન કરાવશે, રોકાણમાં કાળજી રાખી કામ કરવું, સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે
તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારા લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય, ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં નવા અવસર મળશે, સમય આપને અનુકૂળ બનશે, કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.)
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો, નાના-મોટા પ્રવાસની સંભાવના છે, ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે
આ પણ વાંચોઃ હોળીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો પડછાયો, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
કુંભ (ગ.શ.સ.ષ.)
પસંદગીના કામમાં આનંદ મળશે, પરિવારજનોથી ઉત્તમ લાભ થશે, નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે