Satya Tv News

       જંબુસર ખાતે જિલ્લા જળ અને સ્વરછતા એકમ ભરૂચ દ્વારા યુનિટ મેનેજર વાસ્મોના માર્ગદશન હેઠળ એ.પી.એમ.સી હોલ જંબુસર ખાતે મુખ્યમંત્રી મહિલા સશકિતકણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જંબુસર તાલુકાના ટુંડજ,કાવી,કાવા,નાડા,જાફરપુરા,કલક, કોરા,લીમજ,મદાફર,કલિયારી,થનાવા ગામોની બહેનો ઉપસ્થિત રહી હતી.આ કાર્યકમમાં પ્રથમ વાસ્મોનો પરિચય આપવામાં આવ્યો હતો.તેમજ જીવનમાં પીવાના પાણી ની ઉપયોગીતા તેનું મહત્વ અને સ્વચ્છતા બાબતની જાણકારી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.નારી અદાલતના કાશ્મીરાબેન પરમાર એ બહેનોને જીવનમાં પડતી મુશ્કેલી અંગે કાયદાકીય જ્ઞાન આપ્યુ હતુ.આ ઉપરાંત બહેનો પોતે પગભર કંઈ રીતે થઈ શકે તે માટે મદાફર અને કોરા ગામના હંસાબેન પરમાર  અને ચેતનાબેન દ્વારા બહેનોને વિશેષ  માર્ગદશન આપ્યુ હતુ.આરોગ્ય વિભાગ ના સી.એચ.ઓ વિક્રાંત પટેલ એ બહેનોને આરોગ્ય વિશે વિશેષ જાણકારી આપી હતી.
                   આ કાર્યકમમાં વાસ્મોના જીલ્લા કો.ઓ. કમલેશ.આર .સિંધા,આ. મેનેજર (ટેક) દામિનીબેન લીમ્બાચીયા ઉપસ્થિત રહ્યા હતા.અંતિમ તબક્કામાં કાવીના સંરપચ મીનાજભાઈ મુન્શી તથા ટુંડજ સરપંચ કૈલાશબેન પરમાર દ્વારા કાર્યકમ અંગે અભિપ્રાય આપ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને આભારવિધિ વાસ્મોના ડે. મેનેજર હેમેન્દ્રસિંહ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: