આલિયાબેટની જમીન અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા વિરોધ.
માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈ ભરૂચ કલેક્ટરને રજુઆત.
ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારની રોજગારી માટેની આલિયાબેટ ની જમીનની ફાળવણી દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાડભુત બેરેજ નું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક અસરગ્રસ્ત માછીમાર પરિવારોએ આજરોજ ભરૂચ કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી..
ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભુત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઇ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારો એ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સાહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદન પત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકેલી હતી, માછીમારોના વિરોધ અને વારવાર લેખિત મૌખિક રજૂઆતો ને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગ દ્વારા ભાડભુત બેરેજ ના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019 માં સરકારમાં દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારો એ ભાડભૂત બેરેજ યોજનાનો ના કારણે થતો આર્થિક નુકશાન વેઠીને સરકારના નિર્ણય ની રહા જોઈ વિરોધ કરવાનો મુલતવી રાખેલો હતો,પરંતુ ઘણા સમય વીત્યા બાદ તાજેતરમાં જ સરકાર દ્વારા માછીમારોની દરખાસ્તની અવગણના કરીને જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર પોતાના હિતમાં નિર્ણય આપવામાં આવશે તેવા આશ્વાસન સાથે ઘણા સમય થી શાંત બેસેલા માછીમાર સમાજની માંગણી અવગણતા ફરી એકવાર માછી સમાજ દ્વારા ચૂંટણી તાણેજ આંદોલનની ચીમકી ઉચ્ચારતું એક આવેદનપત્ર ભરૂચ કલેકટરને પાઠવી વહેલીતકે માછી સમાજની દરખાસ્ત ત્વરિત ધ્યાન આપી જમીન અસલ ગ્રસ્તોને ફાળવવા બાબતે રજુઆત કરી હતી.