મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં બની હતી. અજય નામનો વ્યક્તિ અહીં તેના પરિવાર સાથે રહેતો હતો. કોઈ મુદ્દે અજયે તેની 38 વર્ષીય પત્ની ટીના અને 4 વર્ષની પુત્રી વર્ષાને ચાકુ મારીને હત્યા કરી હતી. પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ અજયે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી કરી લીધી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, માતા અને બાળકના મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પથારી પર પડ્યા હતા. બંનેને છરીના ઘા માર્યા હતા. બંનેની હત્યા કર્યા બાદ 42 વર્ષીય અજયે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આ ઘટનાની જાણ શુક્રવારે સવારે 9.30 વાગ્યે થઈ, જ્યારે અજયનો મોટો દીકરો કામ પરથી પાછો આવ્યો. ઘરમાં તેના માતા-પિતા અને બહેનના મૃતદેહ જોઈને તેણે ચીસો પાડી હતી. આ પછી આસપાસના લોકો આવ્યા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. સ્થળ પરથી કોઈ નોંધ મળી આવી નથી