Satya Tv News

અંબાલાલ કહ્યું કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે.

20 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરાઇ છે. 20 એપ્રિલથી વાદળો હટી જતાં તાપમાનો પારો ફરી 40 ડિગ્રી પાર જશે. જ્યારે 27 એપ્રિલે તાપમાન 43 ડિગ્રીને પાર જવાની આગાહી કરાઇ છે. તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગે એપ્રિલ માસમાં વરસાદની શક્યતા જોવા મળતી નથી. જો કે અરબ સાગર પર જમા થયેલો ભેજ ગુજરાત તરફ ફંટાતા 3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. જો કે વાદળાઓ હટી જવા બાદ ભારે ગરમીની શરૂઆત થશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 27 એપ્રિલ બાદ 43 ડિગ્રીને પાર જશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે.

error: