ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી BAP માંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે
ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે.એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે.જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે.ત્યારે આદિવાસીઓના નેતા છોટુ વસાવાએ થોડાં દિવસ પહેલાં જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી BAP માં સંરક્ષક બન્યા હતા. ત્યારબાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી.જ્યારે આજરોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.છોટુ વસાવાએ એક વીડિયોના માધ્યમથી દિલીપ વાસવાની ઉમેદવારીની જાહેરાત કરી છે.