Satya Tv News

સિડનીમાં શનિવારે એક ભયાનક ઘટના ઘટી છે. સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં 6 લોકોનાં મોત થયાં છે અને 8 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. લીલી ટી-શર્ટ પહેરીને આવેલા હુમલાખોરે અચાનક લોકો પર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ગોળી મારે એ પહેલાં હુમલાખોરે એક મહિલા અને તેના નવ મહિનાના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ પર છરાબાજી કરી હતી. પાંચ લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. હુમલાની ભોગબનનાર છઠ્ઠી વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

error: