Satya Tv News

ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે.

2019ની ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 68.35 લાખ દર્શાવી હતી. 2024માં તેમની સંપત્તિ વધીને 1.28 કરોડ પર પહોંચી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. 2019થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપતિમાં 78.98 લાખનો વધારો થયો છે.

2019માં મનસુખ વસાવાની જંગમ સંપતિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી. તેમના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી.

પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપતિમાં 2.28 લાખનો વધારો થયો છે જયારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે.

મનસુખ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે. વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે. કાર લોનમાં તેઓનું દેવું 2.04 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે.

સોંગદનામાં મુજબ મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓ બી.એ. MSW થેયેલા છે. ગત ટર્મ સુધી તેઓ અને પત્ની ખેતીની આવક ધરાવતા હતા. પણ આ વખતના સોંગદનામાં તેનો ઉલ્લેખ કરાયો નથી.

વર્ષ 2022 અને 23 માં તેઓએ રૂપિયા 12.35 લાખનું રીટર્ન ભર્યું છે અને પત્નીનું રીટર્ન 4.14 લાખ બતાવ્યું છે. તેઓને એક પણ રૂપિયાનું સરકારી દેવું નથી. કે કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.

મનસુખ વસાવાની છેલ્લા 5 ટર્મની સ્થાવર અને જંગમ મિલકતો

વર્ષ 2004

જંગમ મિલકત ₹48,619, સ્થાવર ₹13,01,000, પત્નીના નામે જંગમ મિલકત ₹ 1,44,000

વર્ષ 2009

જંગમ મિલ્કત ₹5,31,000 સ્થાવર ₹16,00,000,પત્નીની જંગમ મિલકત ₹3,70,000

વર્ષ 2014

જંગમ મિલકત ₹26,87,877,સ્થાવર સંપત્તિ ₹20,50,000 પત્નીના નામે જંગમ મિલકત ₹18,33,185

વર્ષ 2019

જંગમ ₹30,96,044,સ્થાવર ₹20,50,000,પત્નીની જંગમ સંપત્તિ ₹16,89,957

વર્ષ 2024

મનસુખ વસાવા,જંગમ મિલકત ₹33.24 લાખ,સ્થાવર મિલકત ₹97.20 લાખ,પત્ની સરસ્વતીબેનની જંગમ સંપતિ ₹58.35 લાખ

error: