Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છેકે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે.

error: