Satya Tv News

અમરોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય તરૂણી બુધવારે સાંજે હીજાબ બાંધતી હતી. હીજાબ બાંધતી વખતે તરૂણીએ હીજાબ ખુલી ન જાય તે માટે લગાવવાની 5 સેમી લાંબી પીન મોઢામાં પકડીને રાખી હતી. કોઈક રીતે આ પીન તરૂણીની શ્વાસ નળીમાં જતી રહી હતી. તેણે આ વાતની જાણ તાત્કાલિક તેના પિતાને કરી હતી. જેથી તેના પિતા તેને નજીકમાં ક્લિનીક ધરાવતા જનરલ પ્રેક્ટીશનર ડો. વિનય પંડ્યાને ત્યાં લઈ ગયા હતા.

જ્યાંથી તેને ચેસ્ટ ફિઝિશિયન ડો. ભાવેશ વાઘાણી પાસે મોકલી હતી. જોકે જે તે સમયે તરૂણીએ 4-5 ગ્લાસ પાણી પી લીધું હોવાથી તેને દાખલ કરવામાં આવી હતી અને ગુરૂવારે તેને બેભાન કરી બ્રોન્કોસ્કોપી કરવામાં આવી હતી. પીનનો અણીદાર ભાગ ઉપરની તરફ હોવાથી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે 45 મીનીટની જહેમત બાદ પીન બહાર કાઢી લેવામાં આવી હતી અને તરૂણીનો જીવ બચાવી લેવાયો હતો.નજીક હૃદયની મોટી ધમની, જીવ જોખમમાં મુકાઈ શકે ડો. ભાવેશ વાઘાણીએ જણાવ્યું હતું કે ઘણી વખત મહિલાઓ આવી રીતે મોઢામાં પીન રાખે છે. આ આદતના કારણે જીવ જોખમમાં મુકાઈ શકે છે.

error: