Satya Tv News

વડોદરામાં ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સમૂહલગ્નનુંમાં નવયુગલ સાથે જાનૈયાને મતદાન કરવાના શપથ લેવડાવાયા હતા. આ સાથે પ્રભુતામાં પગલાં પાડનારા 31 જેટલા નવયુગલ અને જાનૈયાઓને એકસાથે મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. અનોખી વાત એ છે કે લગ્નની ચોરીમાં જ નવદંપતિ દ્વારા મતદાનના શપથ લેવામાં આવ્યા. આ સાથે લગ્નસ્થળે મતદાન મહાદાન, પહેલા મતદાન પછી જલપાન જેવા પોસ્ટર લગાવાયા હતા. નવાઈની વાત એ છે કે, સાતમો ફેરો કન્યાઓ વડના વૃક્ષ સાથે ફરી હતી. સમૂહલગ્નના આયોજકો દ્વારા નવદંપતિને વડનો છોડ આપવામાં આવ્યો હતો. વટ સાવિત્રીનું વ્રત કરતી કન્યાઓને વડના વૃક્ષનું જતન કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા અને પર્યાવરણનુ જતન કરવા પ્રેરણા પણ આપવામાં આવી.

error: