Satya Tv News

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે, ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું અને કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)

દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે અને મકાન વાહન ખરીદવાનો અવસર મળશે તેમજ તબિયતની બાબતમાં કાળજી રાખવી, વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે તેમજ માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો અને યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના, વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય તેમજ પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય તેમજ વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું, ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે તેમજ કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે અને ધંધામાં પ્રગતિના યોગ જણાય છે, વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને સંતાનોની ચિંતામાં સમાધાન મળશે તેમજ અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું અને ખેડૂતો માટે સારો સમય જણાય છે, બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)

આર્થિક બાબતે સંકડામણ અનુભવશો અને ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે, સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)

કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે અને નવી ઓળખાણો દ્વારા લાભ થશે તેમજ નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે, ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે અને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે, નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સંકડામણ ઓછી થશે અને વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે, રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)

કુંભ રાશિના જાતકોને સકારાત્મક વિચારોથી સારો લાભ થશે તેમજ વેપાર-ધંધામાં સારો લાભ જણાશે અને મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે તેમજ પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના, પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

error: