Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નૈઋત્યનાં પવનોને લઈ વરાદ અંગે આગાહી કરી છે. ત્યારે 8 જૂનથી સમુદ્રનાં પ્રવાહોમાં બદલાવ જોવા મળશે. તેમજ આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે. તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલી મીટર કરતા વધારે વરસાદ થશે. મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. તેમજ 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે.આ વખતે અખાત્રીજનાં પવનમાં નૈઋત્યનાં પવન મળ્યા છે. જેથી ચોમાસુ વહેલુ આવવાની શક્યતા છે. અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.

error: