Satya Tv News

અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બનતી રહે છે. ખાસ કરીને એસજી હાઇવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે ગત 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો. જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. માતા-પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

https://www.instagram.com/reel/C65l0XWAG_H/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જોકે, આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

સમગ્ર ઘટના નજીકના એક ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અમનને સોલા સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. તેની સાથે તેના મિત્રને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ઇકો ગાડીના ચાલકે ફક્ત અમન અને તેના મિત્રને જ નહીં પરંતુ અન્ય બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ બાઈકચાલકને પણ નાક ઉપર ઇજા થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. અમન અને તેના મિત્રને રિક્ષાચાલક દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન અમન સંપૂર્ણ ભાનમાં હતો, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને વિવિધ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારબાદ પૂરતાં સાધનોના અભાવથી અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો. આવું અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું હતું.

અમન મા-બાપ વગરનો દીકરો હતો. અમનનાં મમ્મી એટલે કે મારા માસી 8 વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. જ્યારે તેના પપ્પા એટલે કે મારા માસા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. તે છેલ્લા 10 વર્ષથી અમારી સાથે રહેતો હતો. અમનને બીજા બે ભાઈ છે. જેમાં એક મોટો 17 વર્ષનો છે અને બીજો અમનથી નાનો 13 વર્ષનો છે અને સાતમા ધોરણમાં ભણે છે. અમનનો મોટો ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે

error: