ગુજરાતના જાણીતા સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી છે. સૂઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાં ભાવિક ભક્તો ચિંતિત બન્યા છે. સુઇગામમાં હાલ સ્થાનિક ડોકટર દ્વારા સંતશ્રીને સારવાર અપાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી હતી.
અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂ.બાપુનો સિંહ ફાળો છે