કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબ્જે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઉભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.instagram.com/reel/C7BiVmigNRS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ઘુડખર અભયારણ્યમાં મીઠા માફિયાઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર રણમાં હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવતા સ્થાનિક નેતા અને ઉદ્યોગપતિ સામે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સોલ્ટ માફિયાઓએ વિરોધ કરી રહેલા સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.