Skip to main content

Satya Tv News

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા આપેલ સુચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વડના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ 31 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને માંડવા ગામના આહીર ફળિયામાં રહેતો પ્રવિણ ઉર્ફે પવો નટવર વસાવા,સંજય વસાવા,મહેશ વસાવા અને કેતન વસાવા,અનિલ વસાવા તેમજ હિમાંશુ વસાવાને ઝડપી પાડ્યો હતો

error: