Satya Tv News

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહેવાય છે કે વેફર ખાવાથી 10માં ધોરણના એક વિદ્યાર્થીનું મોત થયું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતા હેરિસ વોલોબા નામના 14 વર્ષના છોકરાએ એક તીખી વેફર ખાવાની ચેલેન્જમાં ભાગ લીધો હતો. જેમાં વધારે તીખી વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું. 

આ મામલામાં મેડિકલ એક્ઝામિનરનું કહેવું છે કે, ‘ઓટોપ્સીમાં જાણવા મળ્યું કે હેરિસનું મૃત્યુ કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટને કારણે થયું હતું. કેપ્સાસીનની વધુ માત્રા ધરાવતા ખાદ્ય પદાર્થના સેવનને કારણે તેના શરીરમાં ગરમી વધી ગઈ હતી. જેના કારણે તેને  કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટ થયું હતું.’

કેપ્સાસીન મરચાને મસાલેદાર બનાવે છે. જે શરીરમાં લોહીના પ્રવાહને અસર કરે છે. જેથી હૃદયના ધબકારા ઝડપી બને છે. કાર્ડિયોલોજિસ્ટ અનુસાર કેપ્સાસીનની મોટી માત્રા હૃદયના દબાણમાં વધારો કરી શકે છે, જેના કારણે ધામની પર પણ દબાણ  વધે છે અને હુમલો આવી શકે છે. આ ઘટના બાદ હવે હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો પણ મસાલેદાર ચિપ્સ ખાવા અંગે ચિંતિત છે.

error: