Satya Tv News

સુરેન્દ્રનગરનાં જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ત્રણ મહિનાની પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બાદ ર્ડાક્ટર દ્વારા બાળકીની સારવાર શરૂ કરતા બાળકીનાં શરીર પર ડામ આપવામાં આવ્યા હોવાનું ર્ડાક્ટરને જાણ થતા ર્ડાક્ટરે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જોતા તાત્કાલીક તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા.

https://www.instagram.com/reel/C7JcmTGA_Lz/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બાળકીનાં પરિવારજનોની પૂછપરછ હાથ ધરતા પોલીસનાં પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકી બિમાર હતી. જે બાદ તેની પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હતી. જે બાદ પણ બાળકીની તબીયતમાં કોઈ સુધારો થવા પામ્યો ન હતો. જે બાદ અંધશ્રધ્ધામાં માનનારા પરિવારજનો દ્વારા બાળકીને ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવા દ્વારા બાળકીનાં શરીર પર ડામ આપવામાં આવ્યા હતા. જેથી બાળકીએ ચીસા ચીસ કરી મૂકી હતી. જે બાદ ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

બાળકીને ડામ આપવાનાં કારણે બાળકીની તબીયત વધુ લથડતા બાળકીનાં માતા-પિતા તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકીની હાલત વધુ ગંભીર જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

error: