હાંસોટના ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ, હાંસોટ અને શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફ લાઇન હોસ્પિટલ ખાતે મફત સર્જરી નિદાન અને સારવાર મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં 500 થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાંત, પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાંત,દાંત નિષ્ણાંત ,આંખ રોગના નિષ્ણાંત, હાડકાના રોગના નિષ્ણાંત,પેશાબ-પથરી રોગના નિષ્ણાંત,કાન-નાક-ગળાના રોગના નિષ્ણાંત,કેન્સર રોગના નિષ્ણાંત,જનરલ સર્જન,લેપ્રોસ્કોપીક સર્જન ,કમર મણકા અને ઘુંટણના રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું .
આ કૅમ્પમાં ભાગ લીધેલ દર્દીને મફતમાં દવા આપવામાં આવી હતી તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કાકા- બા હોસ્પિટલમાં મફત ઓપરેશન કરી આપવામાં આવશે . આ કેમ્પમાં કાકા બા હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ . ભરત ભાઈ ચાંપનેરીયા અને કાકાબ હોસ્પિટલનો મેડિકલ અને સર્જીકલ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફ લાઇન હોસ્પિટલના ટ્રસ્ટી સંજય દેસાઇ અને ટ્રસ્ટ પ્રમુખ સીરીષ નાયક હાજર રહ્યા હતા. આ કેમ્પમાં વાંકલ ગામ અને આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો .
વીડિઓ જર્નલિસ્ટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ