Satya Tv News

મેષ રાશિ
આજે પૈસાની અછત તમને પરેશાન કરશે, કાર્યક્ષેત્રમાં મહેનત કરવા છતાં ધાર્યો લાભ નહીં મળે, કોઈ મિત્ર આર્થિક મદદ કરી શકે, અથાગ મહેનત બાદ સફળતા મળશે

વૃષભ રાશિ
નાણાકીય ક્ષેત્રે આર્થિક લાભ થવાથી મન પ્રસન્ન રહેશે, લાંબા અંતરની મુસાફરીની તકો મળશે, વેપારના ક્ષેત્રમાં લાભનો નવો માર્ગ મોકળો થશે, સમયનો સદુપયોગ કરવાથી કામમાં લાભ થશે

મિથુન રાશિ
આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસોમાં થોડી સફળતા મળશે, આવકના સ્ત્રોતો પર ધ્યાન આપવાની જરૂર, નવી મિલકતની ખરીદી માટે વાટાઘાટો થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે.

કર્ક રાશિ
આજે અણધાર્યો આર્થિક લાભ મળશે, કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થવાથી લાભની તકો મળશે, લોન ચુકવવામાં તમને સફળતા મળશે, પ્રવાસ દરમિયાન નવા મિત્રો બનશે, પેકેજમાં વધારાના સારા સમાચાર મળશે.

સિંહ રાશિ
આજે તમારા કાર્યક્ષેત્રમાં પૈસા બચાવવા પર ધ્યાન આપો, બિનજરૂરી ખર્ચ વધી શકે, મિલકતની ખરીદી અને વેચાણ માટે આ સમય શુભ રહેશે, ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના

કન્યા રાશિ:-
આજે નાણાકીય મૂડી રોકાણમાં થોડી સાવધાની રાખો, સંબંધીઓ વગેરેની મદદ માટે પૈસા ખર્ચ થઈ શકે, ધૈર્યથી કામ કરવાથી આર્થિક લાભ થશે, રાજકારણમાં જોડાયેલા લોકોને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે

તુલા રાશિ :-
આજે આર્થિક બાબતોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે, આવકની કરતા ખર્ચ પણ વધી શકે, પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખો, ભાઈ-બહેનો સાથે મળીને કામ કરવાથી પરિસ્થિતિ સાનુકૂળ રહેશે

ધન રાશિ :-
આજે તમને કેટલાક જૂના દેવામાંથી રાહત મળશે, વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે, વેપારમાં સમયસર કામ કરવાથી આવક સારી રહેશે, કોઈ શુભ કાર્યમાં ખર્ચ થઈ શકે

વૃશ્ચિક રાશિ :-
ધંધામાં આવક કરતાં ખર્ચ વધુ થશે, જમીન, મકાન કે વાહન ખરીદવા જઈ રહ્યા છો તો તમારા પોતાના પરિવારના સભ્યના નામે ખરીદો, લાભ થશે, બાળકના ઉચ્ચ શિક્ષણ પાછળ વધુ પૈસા ખર્ચવા પડી શકે

મકર રાશિ:-
ધંધાકીય કોઈપણ સમસ્યાનું નિરાકરણ આવશે, અટકેલા નાણા પાછા મળશે, નોકરીમાં ફાયદો થશે, પરિવારમાં મહેમાનોના આગમનથી ઘર-ખર્ચમાં વધારો થશે

કુંભ રાશિ:-
આજે આર્થિક ક્ષેત્રમાં સુધારો જોવા મળશે, રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમના કામના બદલામાં પૈસા મળશે, બિઝનેસમાં તમને તમારા પિતાનો વિશેષ સહયોગ મળશે, કોઈ કિંમતી વસ્તુ ખરીદવાનું આયોજન સફળ થશે

મીન રાશિ :-
કાર્યક્ષેત્રમાં આજે ઘણી વ્યસ્તતા રહેશે, લાભ અને પ્રગતિની વધુ તકો મળશે, તમારી મહેનતનું મધુર ફળ મળશે,સહકર્મીઓ સાથે કામ કરવું ફાયદાકારક રહેશે,સારું વર્તન રાખો

error: