Satya Tv News

અમદાવાદ: મેરા વિડીયો બનાને કી તેરી હિમત કેસે હુંઇ, મે તુજે કાટ ડાલુગા કહીને જાણીતા બોડી બીલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને માર માર્યો છે. એટલું જ નહિ રજત દલાલે વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ તેના મોઢા પર ગોબર લગાવ્યું હતું, બાદમાં બાથરુમ સાફ કરાવ્યુ અને મોઢા પર પેશાબ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ એક વિડિયો બનાવી તેમાં લખાણ લખી ને સોશિયલ મિડીયા પર વાયરલ કરતા આ ઘટના ઘટી છે. રજત દલાલે વિદ્યાર્થીને ટોર્ચર કરતો વિડીયો પણ ઉતાર્યો હતો.

સાબરમતી વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રજત દલાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી વિદ્યાર્થી ચાંદખેડા માં એક જીમ માં જાય છે. જ્યાં એક મહિના પહેલા ગેસ્ટ તરીકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલ આવ્યો હતો. વિદ્યાર્થીએ રજત દલાલ સાથે સેલ્ફી પડાવી હતી અને બાદમાં તેઓ એક અઠવાડીયા સુધી જીમમાં કસરત કરવા તેમજ શિખવાડવા માટે આવતો હતો. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીએ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં લખ્યુ હતું કે રોજ સુબહ અપના મુહ જીમમે દીખા કર મેરા દીન ખરાબ કરતા હુઆ mighty raju (rajat).ગઇકાલે બપોરે રજત દલાલે તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી વિદ્યાર્થી ને ફોન કર્યો હતો અને જીમમાં આવવાનું કહ્યુ હતું. બાદમાં રજત દલાલે ઘરનું સરનામુ માંગ્યુ હતું જેથી વિદ્યાર્થીએ તેનુ સરનામું આપ્યુ હતું. થોડી વખત પછી રજત દલાલે તેને ફોન કરીને કહ્યુ હતું કે અમે તારા સોસાયટીની બહાર ઉભા છીએ. વિદ્યાર્થી રજત દલાલને મળવા માટે ગયો હતો જ્યા તે કાળા કલરની થાર લઇને આવ્યો હતો. રજત દલાલ અને તેની સાથે આવેલા તેના બે મિત્રોએ ફરિયાદી ને જબરજસ્તી થારમાં બેસાડી દીધો હતો.

error: