Satya Tv News

કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા, ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બાહર કાઢ્યા હતા. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

error: