Satya Tv News

રાજકોટ અને સરકારની બે સિટના તપાસનીશ પોલીસ ઓફિસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારી કે ઉચ્ચ IAS કે IPS અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નથી, ત્યારે આ મામલે રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં13ના કોર્પોરેટર નિતીન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી, અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝ્ડસ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.

કોર્પોરેટરનો સંપર્ક સાધતા જણાવ્યું કે વી.ડીથી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશ ભાઈએ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ કરાવવું છે, તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મેં વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરનને આ કામ કરવાની ભલામણ કરી હતી.

error: