Satya Tv News

ભારત સરકાર દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સૌ પ્રથમ તેને કોમર્શિયલ વાહનો માટે લાગુ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર ખાનગી કાર, જીપ અને વાન માટે પણ આ ટેક્નોલોજી લાગુ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં તમામ ટોલ કલેક્શન પોઈન્ટ્સ પર આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ સ્થાપિત કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ સાથે ટોલ પ્લાઝા અને ફાસ્ટેગનું કામ સમાપ્ત થઈ જશે.નવી ટેક્નોલોજીના કારણે ટોલ પ્લાઝા પર જામથી રાહત મળશે. આ ટેક્નોલોજી હેઠળ યુઝરને તેણે જેટલા અંતરની મુસાફરી કરવાની હશે તે પ્રમાણે ટોલ ચૂકવવો પડશે. GNSS આધારિત ટોલ સિસ્ટમ અવરોધ-મુક્ત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન હશે, જેમાં વાહન દ્વારા મુસાફરી કરાયેલા કિલોમીટરની સંખ્યા નક્કી કરવા માટે વાહનની મુવમેન્ટને ટ્રેક કરવામાં આવશે.

GNSS આધારિત ટોલિંગ સિસ્ટમ પ્રથમ ત્રણ મહિનામાં 2,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગુ કરવામાં આવશે. આ પછી આગામી નવ મહિનામાં તેને વધારીને 10,000 કિમી અને ટોલ હાઇવેના 25,000 કિમી અને 15 મહિનામાં 50,000 કિમી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.હાલમાં ભારતમાં ફાસ્ટેગ ઈકોસિસ્ટમ અસ્તિત્વમાં છે. જેમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે 2015માં ફાસ્ટેગના રૂપમાં રજૂ કરવામાં આવી હતી.

error: