નવસારીના વિજલપોરમાં વિરલ માતા નામની મહિલા દ્વારા જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, બર્થ- પાર્ટીમાં એરગનથી ફાયરિંગ કરાયું હતું અને તલવાર વડે કેક કાપવામાં આવી હતી., માતાજીનો વેશ ધારણ કરી વિરલ માતા તરીકે ઓળખાતી મહિલાના જન્મદિવસ પર આ રીતે કાયદાનો સરેઆમ ભંગ કરાયો હતો. એરગનથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું બાદમાં તલવાર વડે કેક કાપીને કાયદાના લીરા ઉડાવાયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે..