મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.
અધિકારીએ જણાવ્યું કે, ભિવંડીના શાંતિ નગર પોલીસ સ્ટેશન હેઠળના ગોવિંદ નગરના અભય યાદવે (42) ગુરુવારે બપોરે બાળકીનું અપહરણ કર્યું, તેના પર બળાત્કાર કર્યો અને બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.