Satya Tv News

ભરૂચ શહેરમાં જગન્નાથ રથયાત્રાને લઇને કેટલાંક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત વાહનચાલકો માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યાં છે. ભરૂચ શહેરમાં રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. સાંજ 4 વાગ્યાથી રાત્રિના 10 સુધી રથયાત્રા નીકળવાની હોવાથી જનમેદની ઉમટી પડશે.

ફુરજા ખાતે આવેલ દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા,કતોપોર સ્લોપ, ચોકસીવાડ, લાલ બજાર, પશ્ચિમ ચુનારવાડ, જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાજીખાનાબજાર, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સકર્લ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ધોધારાવ મંદિર ખાતે પૂર્ણ થનાર છે. રથયાત્રાને અનુલક્ષી વાહન વ્યવહાર પર રોક લગાવી વૈકલ્પિક રસ્તાઓ પર વાહનો ડાયવર્ટ કરાયાં છે. આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

  • મોટાબજાર ચાર રસ્તાથી કતોપોર સ્લોપ સુધીનો રસ્તો – ફાટા તળાવ, છીપવાડ થઈ મોટાબજાર ચાર રસ્તા
  • વડાપાડા નાકા ચોક્સીવાડથી લાલબજાર, પશ્ચિમ ચુનારવાડ – કતોપોર સ્કોપ, પાયોનીયર હાઇસ્કૂલ, લાલબજાર થઈ પશ્ચિમ ચુનારવાડ
  • લલ્લુભાઈ ચકલાથી હાજીખાના બજાર- જુના બજાર, લાલભાઈની પાટ, પુષ્પાબાગ, સાધના સ્કુલ, હાજીખાના બજાર
  • હાજીખાના બજારથી સોનેરી મહેલ સર્કલ – હાજીખાના બજાર, સોની બજાર, ડુમવાડ, સરગમ સીંગ સેન્ટર થઈ સોનેરી મહેલ સર્કલ
error: