Satya Tv News

અમદાવાદમાં પોશ વિસ્તારમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળકને કોઈપણ તરછોડી ન શકે, પણ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા બાદ એક બાળકનું બાળપણ ઝેર થયું હતું. તે જે યાતનાનો ભોગ બન્યો એની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. મા-બાપ અલગ થયા બાદ બાળક પતિ પાસે હતું. પતિએ બીજા લગ્ન કર્યા ને નવી પત્ની સાથે રહેવા લાગ્યો ઘરજમાઈ બનીને. ત્યાં નવી પત્ની અને તેનાં માતા-પિતા પણ રહેતાં હતાં. પતિ પોતાની સાથે બાળકને પણ લઈ ગયો હતો, પણ ત્યાં કોઈએ બાળકને સ્વીકાર્યું નહીં, તેના પર યાતના આપવાની શરૂઆત થઈ, ક્યારેક ગરમ ચીપિયા ગુપ્ત ભાગે ચોંટાડી દીધો, તો ક્યારેક ટોઈલેટના ફલ્સમાં માથું નાખી દીધું હતું. આ અંગે સમગ્ર મામલો બાળકના દાદા પાસે આવ્યો અને તેનું મેડિકલ ચેકઅપ થયું અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

error: