Satya Tv News

ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ , દાદાના રાજમાં, દારૂના દરબારો

હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી

ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા – ચૈતર વસાવા

પોલીસ દ્વારા ઉઘરાવાતા હપ્તાના 35 જેટલા વિડીયો વાયરલ

આપ ધારાસભ્યને ભરૂચના યુવાનોએ આપ્યા વિડીયો

LCB, SOG અને બી ડિવિઝનના પોલીસ હપ્તા લેતા હોવાના ફૂટેજ

દારૂબંધીના નામે કરોડોનો ખર્ચો માત્ર દેખાવો !

હપ્તાખોરી કરનાર પર કાર્યવાહી નહિ કરે તો સાત દિવસ બાદ જનતા રેડ

https://www.instagram.com/reel/C9PYO84gP9E/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભરૂચમાં દારૂબંધીના લીલેલીરાં ઉડતા હોવાના અને હપ્તાખોરીના 35 વિડીયો ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જારી કરી SOG, LCB અને બી ડિવિઝન પોલીસ મથકના જવાનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આવનાર સમયના તમામ વિરુદ્ધ કાયદાકીય પગલાં નહિ ભરાય તો જનતા રેડ અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે આ સમગ્ર મામલે ભરુચ SPએ મોડે મોડે પ્રતિક્રિયા આપી હતી.

ગાંધીના ગુજરાતમાં અને દાદાના રાજમાં દારૂના દરબારો પર હપ્તાની પૂનમ ભરતી જામતી હોય તેવા પોલીસના 35 વિડીયો દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કર્યા છે. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા જતા હોય તો જ આટલા મોટા પ્રમાણમાં ભરૂચમાં દારૂના ઠેકા ચાલે તેવા ગંભીર આક્ષેપો કર્યા છે.

ભરૂચમાં ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શન કેમિકલ નાખી ખુલ્લેઆમ વેચાણના યુવાનોએ ફૂટેજ આપ્યા છે. દારૂ વેચવા પોલીસ મદદ કરે છે, કહે છે દારૂ તમારે વેચવાનો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂટેજ સાથે સનસની ફેલાવી છે. સાથે પોલીસ દ્વારા ઉઘરાવાતા હપ્તાના 35 જેટલા વિડીયો આપ ધારાસભ્યને ભરૂચના યુવાનોએ આપ્યા હોવાના દાવા પણ કર્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ પોલીસની LCB, SOG અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હપ્તા લેતા ફૂટેજ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
વધુમાં નિવેદન આપતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે દારૂબંધીના નામે કરોડોનો ખર્ચો માત્ર દેખાવો છે. અને જો સરકાર અને પોલીસ તંત્ર જો આ ઠેકા અને હપ્તાખોરી કરનાર પર કાર્યવાહી નહિ કરે તો સાત દિવસ બાદ જનતા રેડ કરશે અને રસ્તા પર આંદોલનના માર્ગે ઉતારવાની તૈયારી પણ બતાવી હતી.

https://www.instagram.com/reel/C9PmDdkAWrO/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેમાં ભરૂચના જીલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં ન્યૂઝ ચેનલો અને સમાચાર પત્રોમાં દર્શાવેલ વિડીયો ગ્રાફીમાં દારૂનું વેચાણ થતું હશે. અને કોઈ પોલીસ કર્મી હપ્તા લેવાની બેદરકારી સામે આવશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તેવું નિવેદન ભરૂચ વિભાગીય પોલીસ વડા સી.કે પટેલનાઓએ આપ્યું હતું.

error: