રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા. સવારે 6થી 8 વાગ્યાથી સુધીમાં 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કેશોદમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, પોરબંદર, વંથલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયામાં 2 ઇંચ, જોડીયામાં 1.5 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.જૂનાગઢ જીલ્લામાં મોડી રાતથી અવિતર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 1.5 થી સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં તાલુકામાં સૌથી વધુ 7.56 ઈંચ વરસાદ પડ્યો હતો. ભેસાણ તાલુકામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે.
જુનાગઢના કેશોદમાં સવારથી ધોધમાર વરસાદ શરુ થયો છે. ભારે વરસાદના કારણે કેશોદ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે.જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. કેશોદના નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.જામનગરમાં કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 1 કલાકમાં ભારે વરસાદ વરસતા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે..હાલ પણ કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ યથાવત છે.નીકાવા, આણંદપર, નાનાવડાલા , પાતામેઘપર, શિશાંગ, મોટા વડાલા, ખરેડી સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા છે.