સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં હોટલમાંથી મહિલા એડવોકેટની લાશ મળી હતી. પતિ-પત્નીનું અડાજણમાં ઘર છતાં હોટલમાં ગયા હતા. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. આ ઘટના બાદ પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. દંપતી ગુરુવારે હોટલમાં રોકાયું હતું. દંપતી વચ્ચે છુટાછેડાને લઈને તકરાર ચાલતી હોવાની વાત હાલ જાણવા મળી છે. પતિએ 23 વર્ષની એડવોકેટ પરિણીતાનું પેટ ચીરી નાંખ્યું હતું. મહિલાના બંને હાથનાં કાંડા પર ગંભીર ઈજાઓના નિશાન છે. પરિણીતાની નસો કાપી નાંખવામાં આવી હોવાની શક્યતા છે.