Satya Tv News

ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નર્મદામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય જીલ્લાઓમાં ભારે વરસાદ તેમજ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.26 જુલાઈ સુધી 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

error: