1 થી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે. IMD અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વ્યાપક વરસાદ થઈ શકે છે.
1 ઓગસ્ટ સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટ સુધી ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં પણ 31 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં વરસાદની સંભાવના છે. તેમજ છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદી સંભાવના છે. તેમજ ડાંગ, નવસારી અને રાજકોટમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી અને દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.