- ઉલ્લેખનીય છે, વિદ્યાર્થીઓને આર્થિક રીતે લાભ અપાવવા માટે સરકારે આ બંને યોજના જાહેર કરી છે. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને કુલ 50 હજાર રૂપિયાની સહાય અપાય છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25 હજારની સહાય અપાય છે. જો કે કેટલીક શાળા આ યોજનાને પહોંચાડવામાં બેદરકારી દાખવી રહી છે. જેને લઇ શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.