Satya Tv News

ધરપકડ નો કુલ આંક ૧૪ પર પહોંચ્યો જ્યારે એક આરોપી વોન્ટેડ

ચોરી પ્રકરણમાં કુલ ૧૪ આરોપીઓ ઝડપાયા ; ૧૮ લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે લેવાયો

ભરૂચ SOG માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવા ની સંડોવણી બહાર આવતા પોલીસ ને બટ્ટો લાગ્યો

વાગરા ની વિલાયત GIDC માં આવેલ એક કંપની માં થયેલ કેટાલિસ્ટ પાવડર ચોરી કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસ ને મોટી સફળતા હાથ લાગી હતી.વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત ૧૩ લાખ થી વધુ મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ કેસ માં ભરૂચ SOG માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ની ધરપકડ થતા ચકચાર મચી જવા પામી હતી.

           વિલાયત GIDC માં આવેલ જુબીલન્ટ કંપની માં દોઢ માસ આગાઉ ૩૮ લાખ થી વધુ ની કિંમત નો ૪૦ કિલો કેટાલિસ્ટ પાવડર ની ચોરી થવા પામી હતી.જેમાં દહેજ પોલીસે સાત આરોપી ને ઝડપી પાડી વાગરા પોલીસ ને સોંપી દીધા હતા.આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાં અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસે થી ૧૩ લાખ થી વધુ ની કિંમત નો કેટાલિસ્ટ પાવડર કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીષ વસાવા એ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોડ,વિશાલ વસાવા અને નહિ પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયત ની જુબીલન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી.ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસો ને વેચાણ કરવા આપેલ હતો.જેમાં સતીષ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો.આ પાવડર તેઓ વિજય ચૌહાણ ને વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવા એ તેઓની ગાડી ઉભી રખાવી બળજબળી થી મુદ્દામાલ લઈ લીધો હતો.આ મુદ્દામાલ વિજય ચૌહાણ ને આપી દીધેલ તેણે અતુલકુમાર પટેલ ને વેચાણ કરવા આપ્યો હતો.વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબ્જે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા રિશીવરો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે એક આરોપી ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલાયા હતા.જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથધરી હતી.

વાગરા પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ

૧) અમિત સુરેશ પટેલ, હાલ રહે અંકલેશ્વર,મૂળ રહે, કામલી, જી. મહેસાણા

૨) સમીર શાંતિલાલ રાઠોડ, રહે કેસલુ ,તા.આમોદ,જી . ભરૂચ

૩) કિસન વિરમ વસાવા,રહે અંભેર, તા. વાગરા,જી. ભરૂચ

૪) વિક્રમ ઉર્ફે આશિષ પ્રભાત પરમાર, રહે પણીયાદરા,તા. વાગરા,જી. ભરૂચ.

૫) અતુલકુમાર રમેશ પટેલ, રહે ,જુના બોરભાથા બેટ,તા.અંકલેશ્વર,જી. ભરૂચ.

૬) વિજય રામછત્રસિંહ ચૌહાણ,રહે,
નવાપુન ગામ,તા.અંકલેશ્વર,જી.ભરૂચ

૭) નિલેશ નારસંગ વસાવા,રહે ,પોલીસ લાઇન,ઝઘડિયા,જી.ભરૂચ,મૂળ રહે રૂખ્ખલ,તા.ડેડીયાપડા,જી.નર્મદા

વોન્ટેડ આરોપી

વિજય વસાવા

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: