Satya Tv News

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝુમી રહી છે. એક્ટ્રેસ સતત પોતાનું હેલ્થ અપડેટ ફેંસ સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના વાળ નાના કરાવ્યા હતા. કીમોથેરેપીના કારણે તેના વાળ ખરવાના શરૂ થઈ ગયા છે.હવે એક્ટ્રેસે એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના માથાના બધા જ વાળ કાઢી નખાવતા જોવા મળી રહી છે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જણાવ્યું કે તેણે મુંડન કરાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે તેના વાળને ધીરે ધીરે ખરતા જોવા ખૂબ જ ડિપ્રેસિંગ અને સ્ટ્રેસફૂલ છે.

તેની સાથે જ એક્ટ્રેસે બધા કેન્સરના દર્દીઓ માટે મોટિવેટિંગ મેસેજ શેર કરી તોમને મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવા માટે કહ્યું છે. હિનાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં એક્ટ્રેસ ટ્રિમરથી પોતાનું મુંડન કરાવતી જોવા મળી રહી છે. તેની સાથે જ તેણે ફેંસને બતાવ્યું છે કે કેવી રીતે વાળમાં હાથ ફેરવતાની સાથે જ મુઠીભર વાળ હાથમાં આવી જાય છે.હિના વીડિયોમાં કહે છે કે ફિઝિકલ હેલ્થની સાથે જે કંઈ થઈ રહ્યું છે હું તેમાં તો વધારે કંઈ ન કરી શકુ પરંતુ જે વસ્તુ મારા કંટ્રોલમાં છે હું તેને ઠીક કરી શકું છું. જો તમારી મેન્ટલ હેલ્થ સારી છે તો ફિઝિકલ હેલ્થ 10 ગણી વધારે સારી થઈ જાય છે.

error: