ગત અઠવાડિયે બજેટ બાદ સોના ચાંદીમાં જે મંદી છવાઈ હતી તેમાં રાહત મળતા તેજી તો આવી પરંતુ આ અઠવાડિયે ફરીથી સુસ્તી જોવા મળી રહી છે. જે ખરીદનારાઓ માટે રાહતની વાત કહી શકાય. કાલે ગ્લોબલ બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે સોનું ગત સત્રમાં $34 ગગડી ગયું હતું. ચાંદીમાં 5.5% નો ઘટાડો જોવા મળ્યો હતો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 213 રૂપિયા ગગડીને 68,904 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે 69,117 રૂપિયા પર ક્લોઝ થયું હતું. છેલ્લા 24 કલાકમાં સોનામાં 795 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 195 રૂપિયા તૂટીને 63,116 રૂપિયા પર જોવા મળ્યું છે. કાલે 63,311 પર ક્લોઝ થયું હતું.