Satya Tv News

અરવલ્લીના રાહીયોલથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીંયા એક યુવકનું અચાનક ઢળી પડતાં મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટના નજીકના એક CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવક રાજસ્થાનથી અહીં માલસામાન ખાલી કરવા આવ્યો હતો. આ દરમિયાન અચાનક યુવક ઢળી પડતાં તેમનું મોત થયું છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ યુવક કોણ હતો કે તેના નામ ને લઈ હજી ચોક્કસ વિગતો સામે આવી નથી. જોકે અચાનક યુવકનું ઢળી પડતાં મોત થતાં ચકચાર મચી ગઈ છે.

error: