Satya Tv News

પેરિસ ઓલમ્પિકમાં ભારત અને રેસલર વિનેશ ફોગાટ માટે દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. વિનેશે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઓછુ કર્યું હતું. પહેલા તે 53 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેતી હતી.અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડી છે. વિનેશ ફોગાટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.વિનેશ ફોગાટ બેભાન થઇ ગઇ હતી. ડીહાઇડ્રેશનને કારણે તેને પેરિસમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશને નિવેદનમાં કહ્યું, ભારતીય દળને વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલિફાય કરવાના સમાચાર શેર કરવા બદલ દુ:ખ છે. ટીમે આખી રાત ભારે મહેનત કરી હતી. આજે સવારે વિનેશ ફોગાટનું વજન 50 કિલોગ્રામ કરતાં થોડું વધારે હતું. ટીમ આ સમયે વધુ કોઇ ટિપ્પણી નહીં કરે. ભારતીય ટીમ વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.”

error: