બિહારની પ્રખ્યાત IPS કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 2019 બેચના IPS અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી (ગ્રામીણ) છે. તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું. કામ્યાના મતે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે. એટલે અંગત અને પરિવારના કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે. આ બાબતે ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું કે કામ્યા મિશ્રાએ તાજેતરમાં રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું હતું કે તે નોકરી છોડવા માંગે છે. તેને કોઈપણ પ્રકારનો નિવૃત્તિ લાભ મળશે નહીં. કારણ કે તેમણે તેમની સેવાના 20 વર્ષ પૂરા કર્યા નથી.
કામ્યા મિશ્રાની આઈપીએસ બનવાની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. ઓડિશાની રહેવાસી કામ્યા બાળપણથી જ અભ્યાસમાં હોનહાર છે. 12માની પરીક્ષા 98 ટકા માર્ક્સ સાથે પાસ કરી. આ પછી, તેણે પ્રથમ પ્રયાસમાં UPSC પણ ક્રેક કર્યું જ્યારે તેના ખભા પર આઈપીએસનો સ્ટાર ચમકી રહ્યો હતો ત્યારે તેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. તેમના પતિ અવધેશ દીક્ષિત પણ 2019 બેચના IPS અધિકારી છે, જે હાલમાં સિટી એસપી (મુઝફ્ફરપુર) તરીકે પોસ્ટેડ છે, અને IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.