નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર રીડરે તેમને જૂન-જુલાઈ મહિનાનું વીજ વપરાશનું બિલ આપ્યું હતું, જેમાં 20 લાખ 1 હજાર 902 રૂપિયાની રકમ લખેલી હતી.
આ બાબતે પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે, 20 લાખ રૂપિયા વીજ બીલ આવેલ છે. તેમજ અમારી એવી કંડીશન નથી કે અમે આ વીજ બીલ ભરીશું નહી. આમા અમારી ભૂલ નથી એટલે અમે જીઈબીમાં આવીશું પણ નહી. તમારી ભૂલ છે. તમે ઘરે આવીને સુધારો કરો. અમારુ રેગ્યુલર બીલ 2000 થી 2500 છે. જે અમારો વપરાશ છે. મારા ઘરમાં અમે ચાર વ્યક્તિો રહીએ છીએ. જેમાંથી ત્રણ વ્યક્તિઓ સવારે કામ પર જાય છે. મારા ઘરમાં ચાર ટ્યુબલાઈટ છે, ચાર લેમ્પ છે, બે ફ્રીજ છે અને એક પાણીની મોટર, તેમજ એક ટીવી છે.