આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનો ને માર મારી મોત ને ઘાટ ઉતારી દીધા ની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં નવો વળાંક આવ્યો છે
નર્મદા જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનોની માર મારી હત્યા બાદ શ્રદ્ધાજલિ કાર્યક્રમને લઈને નવો મડફડ આવ્યો છે. મૃતકોના પરિવાર તરફથી એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં અને જો કોઈ શ્રદ્ધાંજલિ આપવી હોય તો તેમના ઘરની દરવાજા 24 કલાક ખુલ્લા છે.
આ વિડિઓથી તંત્ર અને રાજકીય આગેવાનો ચિંતિત થઇ ગયા છે. નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે કે, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યથાવત રહેશે, જેમાં માત્ર ફૂલ અર્પણ અને વહેવાર ભેટ આપવામાં આવશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે, કાર્યક્રમમાં કોઈ ભાષણ કે સૂત્રોચ્ચાર નહીં થાય. જિલ્લા પોલીસ વડા પણ શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે તૈયાર છે