Satya Tv News

 પશ્ચિમ બંગાળના કોલકાતામાં શુક્રવારે સવારે આરજી કર મેડિકલ કોલેજના ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળેથી રહસ્યમય હાલતમાં એક મહિલા ડોક્ટરનું અર્ધનગ્ન શબ મળ્યું હતું. પોસ્ટમોર્ટમમાં હત્યા બાદ યૌન શોષણની વાત સામે આવી હતી. આ મામલાને લઈ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે.

આ દરમિયાન કોલકાતા પોલીસે દાવો કર્યો છે, કદાચ હત્યા કર્યા બાદ ડોકટર સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ડોક્ટરની હત્યા ઉંઘમાં જ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પહેલા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય અને બાદમાં યૌન શોષણ કરવામાં આવ્યું હોય તેમ બની શકે છે. ઘટના સ્થળેથી મળેલા પુરાવા આ તરફ ઈશારો કરી રહ્યા છે.

error: