જબુંસરના ડાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલી હોય પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરીત બની હતી.આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે ટાંકીને ઉતારાવાની કામગીરી ચાલતી હતી.તે સમયે અચાનક ટાંકી તે બાજુમાં આવેલી પતરાની દુકાનો તરફ ધસી પડતા દોડધામ મચી ગઇ હતી.ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો તેને જોવા બહાર ઉભા હોય જાનહાની થઈ ન હતી.જોકે ટાંકીનો કાટમાળ દુકાનો પર પડ્યો હતો. દુકાનો પર પડેલો ટાંકીનો કાટમાળ જેસીબી મશીનથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.આ ટાંકી પડવાની ઘટના ત્યાં રહેતા એક સ્થાનિકના પોતાના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.
https://www.instagram.com/reel/C-l-BSqIo6y/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==