મંગળવારે સવારે 6.30 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો હતો. રામ રહીમને જેલમાંથી લેવા માટે આશ્રમની બે ગાડીઓ આવી હતી. માહિતી અનુસાર, ‘ફર્લો’ દરમિયાન રામ રહીમ યુપીના બાગપત આશ્રમમાં રહેશે. રામ રહીમ પોતાની બે શિષ્યા પર બળાત્કાર અને હત્યાના કેસમાં 2017થી જેલમાં છે. તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે રામ રહીમને જેલમાંથી ફર્લો મળ્યો હોય. આ પહેલા તે 9 વખત જેલમાંથી બહાર આવ્યો હતો. આ દસમી વખત છે જ્યારે તેને જેલમાંથી ફર્લો આપવામાં આવ્યો છે. હરિયાણામાં ચૂંટણી નાની હોય કે મોટી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ચોક્કસથી સમાચારોમાં રહે છે. આ વખતે હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રામ રહીમને ફરી એકવાર પેરોલ પર જેલની બહાર મોકલી દેવામાં આવ્યો છે. આ વખતે રામ રહીમ 21 દિવસ માટે પેરોલ પર બહાર છે.