રાજપીપલા કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવા માહોલ.આજે શ્રદ્ધાજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું હતું અને ચૈતર વસાવા સહિતના નેતાઓને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં આવ્યા હતા.
https://www.instagram.com/reel/C-mZ2aNgPFP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આજે કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં તણાવ મચી ગયો છે. વહેલી સવારથી, પોલીસ દ્વારા આદિવાસી નેતાઓને તેમના ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી છે. ચૈતર વસાવા સહિતના નેતાઓને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં આવ્યા હતા.
ચૈતર વસાવાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ કિન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ટીવિટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તે કેવડીયાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો સમર્થક નથી અને કાર્યક્રમ વિશે તેમણે કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો છે. તેમણે આ કાર્યક્રમને રાજકીય ડ્રામા ગણાવ્યો છે, અને સરકાર તરફથી કરવામાં આવેલી મદદ અને મંત્રીમંડળની મુલાકાતની પણ નોંધ લીધી છે.